તળાવ ભરવા આંદોલન:કરમાવાદ તળાવ ભરવાની માગ સાથે આગામી 26 તારીખે મહારેલી યોજાશે, આયોજન માટે 300થી વધુ ખેડૂતોની બેઠક યોજાઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 26 તારીખે 125 ગામના 25 હજાર થી વધુ ખેડૂતો કરશે પાણી માટે રેલી
  • હાલ ગામડાઓમાં કળશ પૂજા કરી ખેડૂતો જલ આંદોલન માટે સંકલ્પ લઈ રહ્યા છે

છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાના મુદ્દે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની માંગ ન સંતોષાતા હવે ખેડૂતો આંદોલન નો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. છેલ્લા એક મહિનાથી 125 ગામડાઓમાં ખેડૂતો દ્વારા કળશ પૂજા કરીને સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી તળાવમાં પાણી ભરવામાં નહીં આવે ત્યાર સુધી જળ આંદોલન ચાલુ રહેશે. ત્યારે આ જનઆંદોલનની મહારેલીને લઈને આજે મેરવાડા ગામે ખેડૂતોની સભા યોજાઈ હતી જેમાં આગામી 26 તારીખે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 હજારથી વધુ ખેડૂતો જોડાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લો ખેતી પશુપાલન પર નિર્ભર છે. ત્યારે પાણી વગર ખેડૂતોને પોતાના પશુઓ જીવાડવા પણ મુશ્કેલ છે. વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીનાં તળ ઊંડા ગયા છે ત્યારે પીવાનાં પાણી માટે આવનારો સમય કપરો બની શકે તેમ છે. ત્યારે પાણીની માગ સાથે ખેડૂતોએ સભા યોજી હતી. જેમાં 26 તારીખે યોજાનારી મહારેલીમાં 25 હજારથી વધુ ખેડૂતો જોડાય તે માટે આહ્વાન કરાયું હતું. જો રેલી બાદ પણ માંગ નહિ સંતોષાય તો ધરણાં તેમજ મહિલા રેલી ચૂંટણી બહિષ્કારની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...