મહાસંમેલન:મગરવાડા ગામે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના નેજા હેઠળ અર્બુદા સેનાની રેલી અને સંમેલન યોજાયું

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપીથી મગરવાડા સુધી અર્બુદા સેનાની બાઇક રેલી નીકળી, મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો જોડાયા
  • બાઇક રેલી બાદ મગરવાડામાં ચૌધરી સમાજનું મહાસમેલન મહાસમેલન આયોજન કરાયું

વડગામ તાલુકાના મગરવાડા ગામે ચૌધરી સમાજનું મહા સંમેલન યોજાયું હતું. જેમાં રાજયના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કરી અર્બુદા સેના થકી સમાજના હિતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે અર્બુદા સેનાને મજબૂત થવા હાકલ કરી હતી.

અર્બુદા સેનાને મજબૂત કરવા હાકલ કરવામાં આવી
વડગામ તાલુકાના મગરવાડા ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહા સંમેલનમાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ચૌધરી સમાજના યુવાનોની બનાવેલી અર્બુદા સેના થકી બાઈક રેલી દ્વારા વડગામ તાલુકામાં યુવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ સભામાં સહકાર ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે અર્બુદા સેના ને આગળ વધવા હાકલ કરી હતી. મોટી સંખ્યામાં અર્બુદા સેનામાં જોડાયેલા યુવાનોએ પણ વિપુલ ચૌધરીને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં અર્બુદા સેના રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધી અને સમાજના હિતમાં કામ કરશે

અન્ય સમાચારો પણ છે...