આબુરોડથી ગુરુવારે સવારે અંબાજી તરફ આવી રહેલી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ આબુરોડ હનુમાન ટેકરી પાસે સેફ્ટીવોલ સાથે અથડાતાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા 16 મુસાફરોને ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને સિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ભાવનગર જિલ્લાના મુસાફરો ભરીને લકઝરી બસ નંબર જીજે-03-એઝેડ-9980 રામદેવરા દર્શન કરી ગુરુવારે સવારે અંબાજી તરફ આવી રહી હતી. ત્યારે લકઝરી બસના ચાલકે અચાનક સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં લકઝરી બસ આબુરોડના હનુમાન ટેકરી પાસે સેફ્ટીવોલ સાથે અથડાઇ હતી.
જેમાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલાં 41 મુસાફરો પૈકી 16 મુસાફરોને ઓછી-વત્તી ઇજાઓ ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને સિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે, આ ઘટનાને લઇ મોટી હોનારત ટળી હતી.
આ અંગેના સમાચાર સિરોહી જિલ્લા કલેકટર ડો.ભવરલાલ અને આબુરોડના સદર પોલીસ સ્ટેશનના થાના અધિકારીને મળતાં તેઓ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી હતી. આબુરોડ બ્રહ્માકુમારી દ્વારા મુસાફરો માટે નાસ્તા સહિતની સગવડ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.