લમ્પી વકર્યો:બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના 908 ગામોમાં લમ્પી વાઇરસ વકર્યો, 6874 પશુઓમાં સંક્રમણનો ફેલાયું

બનાસકાંઠા (પાલનપુર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 590 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 19 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 33 હજાર 178 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.

કુલ 728 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 590 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 19 પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 908 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 33178 પશુઓને લંપી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 728 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...