લમ્પી વાઇરસ વકર્યો:બનાસકાંઠા જિલ્લાના 899 ગામોમાં લમ્પી વાઇરસનું સંક્રમણ ફેલાયું, 32588 પશુઓ ઝપેટમાં આવ્યા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 587 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 15 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 899 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે

અત્યાર સુધી 709 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 587 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 15 પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 899 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 32588 પશુઓને લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. અત્યાર સુધી 709 પશુઓના મોત નિપજ્યા છે

અન્ય સમાચારો પણ છે...