પ્રભારી સચિવનો આદેશ:બનાલકાંઠામાં લમ્પી વાયરસ વકર્યો, પ્રભારી સચિવ વિજય નહેરાએ રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી સચિવ વિજય નેહરાએ લમ્પી સ્કિન ડીસીઝની પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટર સાથે બેઠક કરી

બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકના 9 તાલુકાઓમાં લમ્પી વાઇરસ કહેર વર્તાવી રહ્યો છે. 300 નજીક પશુમાં લમ્પી વાયરસની અસર જોવા મળી રહી છે. જેની અટકાયત માટે રાજ્ય સરકાર સતર્ક રહી પગલાં ભરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પશુધનમાં ફેલા.ેલા આ રોગ અને તેની પરિસ્થિતિની માહિતી બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નેહરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ પ્રભારી સચિવને વર્તમાન સ્થિતિથી વાકેફ કરીને જિલ્લા વહીવટીતંત્રએ કરેલ કામગીરી જણાવી હતી.

રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
સચિવ વિજય નેહરાએ બનાસકાંઠા જિલ્લાના વધુ અસરગ્રસ્ત તાલુકાઓ, તેમાં થયેલ કામગીરી, પશુઓમાં આ રોગ થતો અટકાવવા માટે રસીકરણ અને તેના માટે ઉપલબ્ધ ટીમ, પાંજરાપોળ અને ગૌશાળામાં વધુ પશુધનની સ્થિતિ વગેરે વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેઓએ જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી યોગ્ય આયોજન કરીને ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...