લમ્પીનો કાળો કેર:બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર યથાવત, આજે વધુ 280 નવા પશુઓ પર રોગની અસર

બનાસકાંઠા (પાલનપુર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લા મા વધુ 9 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર જોવા મળી 1387 પર આંક પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 280 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 119 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે

9 તાલુકા મા 119 ગામમાં 1387 પશુઓ ને અસર કુલ 23 વધુ પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 280 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે જોકે જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 119 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસ કેસ સામે આવ્યા છે. કુલ 1387 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં 23 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા લંબી વાઇરસનો પ્રસરતો અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી એ પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટેનરી ડોક્ટર સાથે બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...