લમ્પી વાઇરસ વકર્યો:બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના 842 ગામોમાં લમ્પીનો કહેર, અત્યાર સુધી 608 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે નવા 769 પશુઓ ઝપેટમાં આવ્યા, 21ના મોત

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 769 પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જ્યારે આજે 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 842 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.

કુલ 608 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 769 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. જ્યારે આજે 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. કુલ જિલ્લાના 842 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 28625 પશુઓને લમ્પી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 608 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...