લમ્પીના કેસમાં સતત વધારો:પાલનપુરની બજારોમાં લમ્પીગ્રસ્ત ગાયો રખડે છે,વધુ 7 પશુનાં મોત

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરના મુખ્યમાર્ગો ઉપર લમ્પીગ્રસ્ત પશુઓ જાહેરમાં રખડે છે. - Divya Bhaskar
પાલનપુર શહેરના મુખ્યમાર્ગો ઉપર લમ્પીગ્રસ્ત પશુઓ જાહેરમાં રખડે છે.
  • એક્ટિવ કેસોની સંખ્યા વધીને 6741 પર પહોંચી ગઇ

બનાસકાંઠા જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થતાં વધુ 931 ગામમાં 476 પશુ અસરગ્રસ્ત મળી કુલ. 35266 કેસ નોંધાયા હતા.સોમવારે 7 ગાયોના મોત નિપજ્યા હતા.જ્યાં દાંતા 60, અમીરગઢ 40, પાલનપુર 109, વડગામ 98, દાંતીવાડા 51, ડીસા 93, કાંકરેજ 66, વાવ 67, થરાદ 91, ભાભર 44, દિયોદર 56, ધાનેરા 60, સુઈગામ 35 અને લાખણીમાં 61 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધી જિલ્લામાં કુલ.35266 કેસ નોંધાઈ ચુક્યા છે.જ્યારે 7 ગાયોના મોત સાથે કુલ. 776 ગાયો મોતને ભેટી હતી.જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાલમાં સર્વે કરી તાલુકાના ગામમાં સારવાર આપી કુલ.27742 પશુઓ રિકવર થયા છે.

બનાસકાંઠાના નવા 8 ગામમાં લમ્પી પ્રસર્યો હતો.જ્યાં પશુપાલન વિભાગ દ્વારા સોમવરે એકપણ પશુને રસી આપવામાં આવી ન હતી.હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 6741 પર પહોંચી છે.પાલનપુર બજારમાં લમ્પીગ્રસ્ત પશુઓ જાહેરમાં રખડી રહી છે તેમ ચ કોઈ કાર્યાવહી કરવામાં આવતી નહીં જે પશુ અન્ય પશુને અસરગ્રસ્ત કરે તે પહેલાં ઝડપી લઈ રસી આપવા શહેરીજનોનો માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...