અકસ્માત:અમીરગઢના પાટિયા પાસે એલપીજી ટેન્કરની ટેન્ક અને કેબીન છુટા પડ્યા, ડ્રાઈવર-ક્લિનરનો બચાવ

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુપીથી એલપીજી ગેસ ખાલી કરીને મુન્દ્રા તરફ જઈ રહેલા ટેન્કર ચાલકનો વિચિત્ર અકસ્માત થયો હતો. ખુણીયા પાટીયા નજીક ટેન્કરની કેબીન અને ટેન્ક વચ્ચેની પીન તૂટી જતા બંને છુટા પડી ગયા હતા. જેના કારણે કેબીન રસ્તાની નીચે ઉતરી ગઈ હતી તો ટેન્ક રસ્તા પર પલટી ગયું હતું.

બનાસકાંઠાના અમીરગઢના ખુણીયા પાટિયા પાસેથી ટેન્કર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક ટેન્કરની કેબીન અને ટેન્ક વચ્ચેની પીન તૂટી જતા બંને છુટા પડી ગયા હતા. જેના કારણે ટેન્ક રસ્તા પર પલટી હતી તો કેબીન રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કેબીનમાં ફસાયેલા ડ્રાઈવર-ક્લિનરને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...