'વોટ માંગવા માટે આવવું નહીં':પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવારનો સ્થાનિકોએ બેનર બતાવી વિરોધ કર્યો, પાંચ વર્ષના શાસનમાં કોઈ જ વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપ કર્યા

બનાસકાંઠા (પાલનપુર)6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા જીતવા માટે એડીચોટીનું જોર લગવવામાં આવી રહ્યું છે. જોકે, વિકાસના કામો સહિતના મુદ્દે કેટલીક જગ્યાએ લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે. ત્યારે પાલનપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનો લોકોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. પાંચ વર્ષના શાસનમાં ધારાસભ્યએ કોઈ જ વિકાસ ના કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. 'વોટ માંગવા માટે આવવું નહીં' ના તેવા બેનર બતાવી સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રાથમિક સમસ્યાઓથી પણ વંચિત
પાલનપુર વિધાનસભા બેઠક પર હવે ઉમેદવારો એ ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં પાંચ વર્ષના શાસનમાં કોઈ જ વિકાસના કામો ન થયા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ બેનર બતાવી કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ કર્યો હતો. 'વોટ માગવા માટે આવવું નહીં' તેવા બેનર સાથે જનતાનગરના લોકોએ ધારાસભ્ય મહેશ પટેલના સામે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ ધારાસભ્યના શાસનમાં કોઈ જ વિકાસના કામો થયા નથી. આ વિસ્તારના લોકો પ્રાથમિક સમસ્યાઓથી પણ વંચિત છે. ત્યારે હવે ફરીવાર કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર તરીકે મહેશ પટેલને ટિકિટ આપી છે. જેથી તેઓ હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...