ઈંટોની આડમાં દારૂની હેરાફેરી:પાલનપુરના લડબી નાળા નજીકથી ટ્રેકટરમાંથી પોણા ત્રણ લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા (પાલનપુર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા પાલનપુર લડબી નાળા પાસે એક ટ્રેક્ટર ટ્રોલી માંથી ઈટોની આડમાં લઇ જવાતા મોટી માત્રા દારૂને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડી એક ઈસમ ની અટકાયત કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર લડબી નાળા ડીસા હાઇવે પરથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે એક ટ્રેક્ટરની ટ્રેલીમાંથી ઈટોની આડમાં દારૂ જતા ઝડપી પાડ્યો છે. જેમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે લડબી નાળા પાસે ડીસા હાઇવે જતા રોડ ઉપરથી એક ટ્રેક્ટર ટ્રોલીમાં ઈટોની આડમાં દારૂ ભરીને જતા ઝડપી પાડ્યો છે. જેમાં કુલ 2436 જેટલી દારૂ ની બોટલો જેની કિંમત 2 લાખ 87 હજાર 340 જે દરમિયાન એક ઈસમ ઝડપાયો હતો. પોલીસ કુલ મુદ્દામાલ કબ્જે લઈ ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આગળ ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...