ચુકાદો:પતિની હત્યા કરનારી પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2019ની ચકચારી ઘટનાનો પાલનપુર કોર્ટેનો ચુકાદો
  • રિક્ષાચાલક પતિને વડગામના મેમદપુર ગામ નજીક હાઇવે પર બોલાવી બેઝબોલ સ્ટિક માથામાં ફટકા મારી હત્યા કરી હતી

વડગામ તાલુકાના મેમદપુર ગામમાં 3 વર્ષ પૂર્વે પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી હતી. 2019માં રિક્ષાચાલક પતિને છેતરીને વડગામના મેમદપુર ગામ નજીક હાઇવે પર બોલાવી બેઝબોલ સ્ટિકથી માથામાં જીવલેણ ઘા કર્યા હતા. જે મામલામાં પાલનપુર સેશન્સ કોર્ટે પ્રેમી અને પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે.

સુરેશ પાનાભાઈ પરમાર વડગામમાં રહેતા હતા. સુરેશના લગ્ન જશોદાબેન સાથે થયા હતા, સંતાનમાં બે દિકરા તથા બે દિકરીઓ હતી તે દરમ્યાન જશોદાબેનને નરેશ કાંતિભાઈ પરમાર સાથે પ્રેમ થતા પતિ સુરેશનો કાંટો દૂર કરવા પત્ની જશોદા અને નરેશ પરમારે ફોન પર વાતચીત કરી કાવતરુ રચી પતિને ફોન કરી મેમદપુર વૃદ્ધ મહિલાને દવાખાને લઈ જવા છે તો રીક્ષા લઈને આવો તેમ કહી મેમદપુર બોલાવેલા અને મેમદપુર નજીક એકાદ કિ.મી.દુર ઉભેલા નરેશ એ સુરેશ ત્યાં પહોંચતા તેના માથામાં બેઝ બોલ સ્ટીકથી જીવલેણ ઘા કરી મોતને ઘાટ પહોચાડી દીધો હતો

જે મામલે પોલીસ મથકે મૃતકના ભાઇ દિનેશભાઈ એ ગુન્હો નોધાવ્યો હતો. જે અંગેનો કેસ ત્રીજા એડી.સેસન્સ જજ જે.એન.ઠકકર સા.ની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દિપક પુરોહિતે દસ્તાવેજી અને સાંયોગિક પુરાવા રજુ કરતાં અને દલીલો કરતા નામ.કોર્ટે દલીલો ધ્યાને લઈ આરોપી નરેશ કાંતીલાલ પરમાર અને જશોદાબેન સુરેશભાઈ પરમારને ઈ.પી.કો.કલમ 302,34 ના ગુનામાં કસુરવાર ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...