પુણ્યતિથિ નિમિતે બ્લડ કેમ્પ:કુશ્કલના યુવકે પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બ્લડ કેમ્પ યોજી લોહીની 1013 બોટલ એકત્ર કરી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમાનોને પીપળાનો છોડ ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું

પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના યુવકે પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બ્લડ કેમ્પ યોજી 1013 જેટલી લોહીની બોટલ એકત્ર કરી હતી.જ્યાં કેમ્પમાં આવતા મહેમાનો સહીત બ્લડ આપનારને યુવકે પીપળાનો છોડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના હિતેશભાઈ ચૌધરીના પિતા સ્વ.નાનજીભાઈ જુડાળની શનિવારે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ચડોતર હાઇવે સ્થિત એક બ્લડ કેમ્પનું આયોજન કરવાંમાં આવ્યું હતું.

લોકોમાં સારો મેસેજ જાય તે હેતુથી બનાસકાંઠાના સર્વધર્મ સમાજના યુવાનો વડીલોને બ્લડ આપવા એક મેસેજ પહોંચાડ્યો હતો જે મેસેજ મળતાની સાથે શનિવારે હજારો યુવક વડીલો સહીત મહિલા પણ બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતા.જ્યાં સાંજ સુધીમાં 1013 બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી. તેમજ ત્યાં આવનાર મહેમાનાને હિતેશભાઈ ચૌધરી દ્વારા પીપળાનો છોડ ભેટ સ્વરૂપે આપી સ્વાગત કર્યું હતું. આ બાબતે હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોએ સારો સહયોગ આપી 1013 જેટલી બ્લડની બોટલો એકત્ર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...