સફેદ માટીની આડમાં દારૂની હેરાફેરી:રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસે તે પહેલા જ ખોડા પોલીસ ચેકપોસ્ટ પર ઝડપાયો, 10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી ટ્રક માંથી સફેદ માટીની આડમાં દારૂ લઇ ગુજરાતના પ્રવેશે તે પહેલા થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ બાતમી હકીકત આધારે રાજેસ્થાન તરફથી આવતા શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ કરતા બે દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ 10 લાખ 45 હાજરનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા અક્ષયરાજ પોલીસ અધિક્ષક,એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ આર.એસ.દેસાઈ પોલીસ ઈન્સ્પેકટર થરાદ પોલીસ સ્ટેશનનાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક RJ - 19-GE-1334માં દારૂ ભરી પોલીસે દારૂ સાથે બે ઈસમ ને અટકાયત કરી 10 લાખ 45 હાજર 800 ના મુદ્દામાલ સાથે ચાલક મિસરારામ ડુંગરારામ સૂરતારામ જાટ કાર્હવા રહે.કરના પંચાયત ચંપા ભાખરી બાડમેર રાજસ્થાન તેમજ તેની સાથેના વિરેન્દ્ર દુદારામ જાટ ગોદારા રહે.ભુકા ભગતસિંહ તા.સીણધરી જિ.બાડમેર રાજસ્થાન વાળાઓને પકડી પાડ્યા છે. પકડાયેલ બંન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...