પાલનપુરમાં સર્કિટ હાઉસ ખાતે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં જીગ્નેશ મેવાણીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, પાટીદારોની સાથે સાથે સરકારના તમામ સમાજ પર થયેલા કેસો પાછા ખેંચે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો ખેડૂતોને મદદ કરવી પડશે અને સુજલામ સુફલામ કેનાલ ચૂંટણીલક્ષી કેનાલ બની છે. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, લોકોની વ્યાજબી લડત સામે પણ સરકાર ખોટા કેસ કર્યા છે.
બનાસકાંઠાનાં વાવ ખાતે આવતીકાલે યોજાનારી સર્વ સમાજ જન વેદના સભા પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસનાં ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, પટેલ સમાજનાં કેસ પરત ખેંચાયા તેને આવકારીએ છીએ, પરંતુ દલિત સમાજ, રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ સહિતનાં જે સમાજો પર થયેલા કેસો પરત ખેંચાય તેવી અમારી માંગ છે.
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું કે દારૂની રેડ કરનાર ઉપર કેસ કરવામાં આવ્યો. પાણીની સમસ્યા ગંભીર છે. કાલે મુખ્યમંત્રી આવ્યા પરંતુ જિલ્લાનાં આગેવાનો પાણી માટે કોઈ વાત ના કરી. પાણી આપવામાં નહી આવે તો બનાસકાંઠાનાં ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા હતા. સરકાર ખોટી રીતે નિર્દોષો ઉપર કેસ કરે છે જે કેસોમાં સરકાર પોતે ફરિયાદી છે એવા તમામ સમાજનાં કેસ સરકારે પાસા ખેંચવા જોઈએ સરકાર રોજગારી માટેની કોઈ વાત કરતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.