અબોલ જીવોને બચાવી લેવાયા:અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી જીવદયા પ્રેમીઓએ 72 નંદી ભરેલું કન્ટેનર ઝડપ્યું, ચાલક કન્ટેનર મૂકી ફરાર થયો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે લોકોને જોઈ કન્ટેનર ચિત્રાસણીથી પાછું વાળ્યું, આખરે અમીરગઢ ચેકપોસ્ટ પાસે પકડાયું
  • કન્ટેનરને પાલનપુર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

બનાસકાંઠાના જીવદયાપ્રેમીઓએ રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરમાંથી 72 જેટલા નંદી (આખલા) ઝડપી પાડ્યા છે. જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કન્ટેનર અમદાવાદ તરફ જવાનું છે. જે બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો પીછો કરી અમીરગઢ ચેકપોસ્ટ પરથી કન્ટેઈનર ઝડપી પાડ્યું હતું, જો કે ચાલક કન્ટેનર મૂકી ફરાર થયો હતો.

બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પશુઓ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કન્ટેનરમાં 72 જેટલાં અબોલ પશુઓ ભરી ગુજરાતમાં એક કન્ટેનર નં. rj48ga0902 રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ આવે છે. જે હકીકતના આધારે જીવદયા પ્રેમીઓએ ચિત્રાસણી નજીક ઉભા રહી કન્ટેનરની રાહ જોઇ હતી. તે સમય દરમિયાન રાત્રે સવા દસ વાગ્યે બાતમીવાળું કન્ટેનર આવતાં કન્ટેનર ચાલકે જીવદયા પ્રેમીઓને જોઈ કન્ટેનર ચિત્રાસણીથી પાછું વાળી આબુ રોડ તરફ લઇ ગયો હતો. જ્યાં જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો પીછો કરી તેને અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી પકડી પાડ્યું હતું.

તે વખતે કન્ટેનર ચાલક કન્ટેનર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસ આવતાં જ કન્ટેનરના પાછળના દરવાજા ઉપર જોઈને જોતાં અંદર નાના-મોટા આશરે બેથી અઢી વર્ષની ઉંમરના 72 નંદી (આખલા) ભરેલા હોવાનું જણાઇ આવ્યું હતું. જે કન્ટેનરને પાલનપુર લાવી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટાફ સાથે 72 નંદીઓને ડીસાની જય જલિયાણ ગૌ શાળામાં લઇ જવાયા હતા. જીવદયા પ્રેમીઓએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...