પાલનપુરમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલનપુરના રામજી મંદિરથી ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાનની રથયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડા સહીત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.
ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલનપુરના રામજી મંદિરથી ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. રથમાં સવાર થઈ અને ભગવાન આજે શહેરના માર્ગો પર ફરશે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે 800 કિલો મગ, 400 કિલો જાંબુ સહિત અન્ય પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. 19 રૂટ પર ફરનારી રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથયાત્રામાં ડ્રોનથી સતત પેટ્રોલિંગ
પાલનપુરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે હેતુથી પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ ડ્રોનથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. આજે રથયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા. જય રણછોડ માખણ ચોરના નાદથી પાલનપુર ભક્તિમય બન્યું હતું. આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સાંજે નિજ મંદિરે પરત ફરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.