ધરપકડ:પાલનપુરના ભાગળમાં દોઢ વર્ષ અગાઉ પિસ્તોલ આપનાર ફરાર આરોપી ઝબ્બે

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરિંગના ગુનામાં અગાઉ 5 શખ્સોની અટકાયત કરાઈ હતી

પાલનપુર તાલુકાના ભાગળ ગામે દોઢ વર્ષ અગાઉ જૂની અદાવતમાં થયેલા ફાયરિંગમાં પિસ્તોલ આપનાર આરોપી ફરાર હતો જેને તાલુકા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધો હતો. ભાગળ ગામે દોઢ વર્ષ અગાઉ ઇમરાનભાઈ ઉમરભાઈ આગલોડીયા ઉપર અકરમ ભાઈ ઈમ્તિયાઝભાઈ મેવાતી, ઇમરાનભાઈ ઇલિયાસભાઈ સિંધી, મહંમદજેદ મુનિરભાઈ શેખ, મહમદતાહિર મહંમદરફીક સૈયદ, રમેશભાઈ વાલાભાઈ સલાટે ઝઘડો કરી અને જાનથી મારી નાખવાના ઇરાદે અકરમભાઈ મેવાતીએ પોતાની પાસે રાખેલી પિસ્તોલ થી ઈમરાન ભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું.

જેમાં તેમના ડાબા પગે સાથળના ભાગે ઇજાઓ થઈ હતી. જેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં આ તમામ આરોપીની પોલીસે અટકાયત કરી હતી. જોકે પિસ્તોલ અને કારતુસ આપનાર સિકંદરઅલી ઉર્ફે મોતી હનીફઅલી ગુલશેરઅલી સૈયદ રહે,ચીકારડા, તા.ડુંગળા, થાના, મંડફિયા, જી,ચિતોડગઢ તે સમયે પોલીસના હાથે ઝડપાયો ન હતો. જેથી તાલુકા પોલીસના પીઆઇ કે.બી.પટેલ તેમજ સ્ટાફ દ્વારા રાજસ્થાનની સ્થાનિક પોલીસની મદદથી રાજસ્થાનથી તેને ઝડપી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...