ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:બનાસકાંઠામાંથી 61 હજારનો મુદ્દામાલ ચોરી કરનાર ઈસમને પોલીસે 2 દિવસમાં ઝડપ્યો

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામના ગામડી ગામે બે દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. ચોરને ઝડપી પાડી જીરુ અને વાસણ સહિત કુલ 61 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુઈગામ તાલુકાના ગામડી ગામે બે દિવસ અગાઉ ચોરી થઈ હતી. ઘરમાંથી તાંબા પિત્તળના વાસણ અને જીરૂના જથ્થાની ચોરી થતાં મકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે માવસરી પોલીસે તપાસ કરતા ચોરીને ભેદ ઉકેલાયો છે. ગામડી ગામના જ રમેશ ઠાકોર નામના શખ્સને પકડી પૂછપરછ કરવામાં આવતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની પાસેથી વાસણો અને જીરૂના જથ્થા સહિત 61 હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...