સટોડિયો ઝડપાયો:પાલનપુરમાં મોબાઈલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે મોબાઈલ, રોકડ રકમ, ગાડી સહીતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
10 હજારની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત
પાલનપુર શહેરના પશ્ચિમ પોલીસ વિસ્તારનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ખાનગી રાહે બાતમી હકિકત આધારે પાલનપુરના નવા બસ સ્ટેશનની સામે આવેલી આઇસ્ક્રીમની દુકાન આગળ સર્વીસ રોડ ઉપર એક ઈસમ પોતાની ગાડીમાં બેસીને મોબાઇલ ઉપર આઇ.ડી આધારે ન્યુઝીલેન્ડ તથા ઇન્ડીયા વચ્ચેની ટી- ટવેન્ટી મેચ ઉપર સટ્ટો રમતા તુલશીભાઇ ઉર્ફે કાર્તીકભાઈ જોષીને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી રોકડ રકમ 10,400 સહીતનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમ વિરુધ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...