ચોરી:પાલનપુરના હુન્ડાઈના શો રૂમમાં લોખંડનો દરવાજો તોડી રૂ.61 લાખની મત્તાની ચોરી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ ડિજિટલ લોકરને નીચે ઘસેડી વર્કશોપ રિસેપ્શનમાં લાવી તોડી ફરાર થઈ ગયા,સીસીટીવી કેમેરામાં ચોરી કેદ

પાલનપુર આબુ હાઉવે સ્થિત આવેલ શો રૂમમાં શુક્રવારે રાત્રી દરમિયાન બે અજાણયા શખ્સોએ શો રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી લોકરમાં પડેલ રૂ.61 લાખની ચોરી કરી પલાયન થઇ જતા શો રૂમના મેનેજરે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પાલનપુર આબુ હાઇવે નજીક આવેલ હુન્ડાઈ શો રૂમમા મેનેજર કૌશિકકુમાર રાવલ શુક્રવારે પોતાના ઘરે સુતા હતા.દરમિયાન શો રૂમના સુપરવાઈઝર રમેશભાઈ ઠાકોરનો ફોન આવેલ કે આપણા શો રૂમમાં ચોરી થયેલ છે ત્યારે કૌશિકકુમાર રાવલ ત્યાં પહોંચ્યા ત્યારે સેલ્સ મેનેજર ભાવેશભાઈ રાવલ ત્યાં હાજર હતા ત્યારે શો રૂમના પશ્ચિમ દિશા તરફના લોખંડના શટરના ડોર ગ્લાસનો કાચનો દરવાજો સ્ટીલના હેન્ડલ સાથે તૂટેલો હતો અને વર્કશોપ રિસેપ્શન રૂમની અંદર લોખંડનું હેવી ડિજિટલ લોકર ત્યાં તૂટેલું પડ્યું હતું જે લોકર મેનેજરની ઓફિસમાં હોય છે.

તેમજ ઓફીસના ટેબલનું ડ્રોવર તૂટેલું હતું અને ચોરી થયાનું જણાતાં મેનેજરે શો રૂમના માલિક સજયસિંહ ચાવડાને જાણ કરેલ ત્યારબાદ લોકરમાં સેલ્સના રોકડ પૈસા તથા જુની ગાડીઓના વેચાણના રૂપિયાનો હિસાબ રૂ.61,81,269 ની ચોરી થતા મેનેજર કૌશિકકુમાર રાવલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણયા ચોર સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પાલનપુરના હુન્ડાઈના શો રૂમમાં શુક્રવારે રાત્રી બે વાગ્યાના સુમારે બે શખ્સો મોઢે કપડું બાંધી આવતા દેખાય છે અને શો રૂમનો ડોર ગ્લાસનો દરવાજો તોડી લોકરને વર્કશોપ રિસેપશનમાં લાવી તોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આવેલ શખ્સો પેન્ટ શર્ટ, બુટ તેમજ અન્ય શખ્સએ પેન્ટ ટીશર્ટ, પહેરેલ હતું.આ ચોરોએ શો રૂમની બાજુમાં આવેલ હેલીશ કિયા શો રૂમ, તેમજ શિવમ ઓટો મોલમાં પણ ચોરી થયાનું સીસીટીવીમાં દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...