કાર્યવાહી:થરામાં વ્યાજે લીધેલા રૂ. 6 લાખ ભરપાઈ કર્યા છતાં 7 લાખ માંગ્યા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ પરિવારના 3 વ્યક્તિ સામે ઊંચા ટકે વ્યાજ લેવાનો ગુનો
  • પાર્લરના વેપારી વર્ષ 2005થી વ્યાજે નાણાં લેતા હતા

કાંકરેજના થરામાં વેપારીએ વ્યાજે લીધેલા નાણાં પુરેપુરા ભરપાઈ કર્યા હોવા છતાં તે બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ અંગે ગુજરાત નાણાં ધિરધાર કરનારા અધિનિયમ અંતર્ગત વેપારીએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાંકરેજ તાલુકાના થરામાં બુકોલીયા વાસમાં રહેતા રમેશભાઈ અજમલભાઈ પ્રજાપતિ ડેરી પાર્લરનો વ્યવસાય કરે છે. તેમણે જહાગીરખાન કેસરખાન મકરાણી પાસેથી 2005થી વ્યાજે નાણાં લે છે. જેના માટે કોરા ત્રણ ચેક આપ્યા હતા. અને રૂપિયા 50,000 3 ટકાના માસિક વ્યાજે લઈ જે વ્યાજ સહિત ચૂકવ્યા હતા. જે પછી 2020માં 6 લાખ વ્યાજે લીધા હતા. જે 100 દિવસમાં વ્યાજ સહિત ચૂકવ્યા હતા.

દરમિયાન ફરી જરૂર પડતાં 11 જુલાઈ 2020ના રોજ ફરીથી છ લાખ રૂપિયા લીધા હતા. તે પણ વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં જાગીરખાને રૂપિયા 7,00,000 બાકી હોવાનું કહી પોતાની પાસે પડેલા ચેક બેંકમાં નાખી દેવાની ધમકી આપી હતી. જ્યારે જહાંગીરખાનની પત્ની સુલતાનાબેન અને તેનો પુત્ર શાહરૂખખાન મકરાણીએ અવાર-નવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ બાબત અંગે રમેશભાઈ પ્રજાપતિએ થરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...