આરોગ્ય વિભાગની તપાસ:બનાસકાંઠા જિલ્લામાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની સઘન તપાસ, આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે તવાઈ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસ્તાની લારીઓ, ઠંડા પીણાં, બરફ ફેક્ટરી અને ઔધોગિક એકમોમાં તપાસ

બનાસકાંઠા જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને નગરપાલિકાની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. મચ્છરના બ્રિડિંગ સોર્સરોકવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોએ આજે જિલ્લા વ્યાપી સઘન તપાસ ઝુંબેશ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં અખાદ્ય ચીજવસ્તુઓ જેથી આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે તવાઈ બોલાવી છે. આજે નગરપાલિકા અને પોલીસે સંયુક્ત ટીમ દ્વારા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.

આરોગ્ય વિભાગ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાના અર્બન વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે નગરપાલિકા અને પોલીસની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી છે.

મચ્છરોના બ્રિડિંગ સોર્સ ને રોકવા અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે નાસ્તાની લારીઓ, ઠંડા પીણા, બરફની ફેક્ટરી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટાયર પંચરની દુકાનો, સરકારી ક્વાર્ટર, શેરડીના કોલા સહિત ઔદ્યોગિક એકમોમાં તપાસ શરૂ કરી છે.

પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તમામ એકમોની મુલાકાત લઇ એક્સપાયરી ડેટ વાળી કે બગડેલી ચીજવસ્તુઓનો નિકાલ કરાયો હતો. આરોગ્ય વિભાગની સંયુક્ત સઘન તપાસથી અખાર્ધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...