લમ્પીનો કહેર:બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણ વધ્યું, આજે નવા 402 કેસ નોંધાયા; 9 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 તાલુકાના 288 ગામોમાં પશુઓમા લંપી વાઈરસની અસર

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે આજે 402 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 9 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 288 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસની અસર દેખાઈ છે.

જિલ્લામાં કુલ 3521 પશુઓ સંક્રમિત, 79 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 402 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 9 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જોકે જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 288 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસ અસર થઇ છે. કુલ 3521 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 79 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સીનેસન ની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...