બનાસકાંઠામાં લમ્પી વાઇરસ વકર્યો:જિલ્લાના 866 ગામોમાં સંક્રમણ ફેલાયું, આજે નવા 685 કેસ નોંધાયા

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 22 પશુના મોત, 685 પશુઓ ઝપેટમાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાયઇસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાંલમ્પી વાયઇસના કહેર વચ્ચે આજે નવા 685 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 866 ગામોમાં પશુઓમાંલમ્પી વાયઇસની અસર દેખાઈ છે.

કુલ 644 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયઇસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 685 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 22 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લમ્પી વાયઇસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 866 ગામોમાં પશુઓમાં લમ્પી વાયઇસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 30091 પશુઓને લમ્પી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી 644 પશુઓના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...