સમસ્યા:કાણોદરના ઇન્દિરાનગરમાં પીવાનું પાણી ગંદુ આવતા રોગચાળાની દહેશત

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર ઓપરેટર પાણી પણ ઓછું છોડે છે સ્થાનિકોનો આક્ષેપ

પાલનપુરના કાણોદર ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ગંદુ આવતા રોગચાળાની દહેશતને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે.પાલનપુર તાલુકાના કાણોદર વાસણા જવાના માર્ગ ઉપર આવેલ ઇન્દિરાનગર પરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ગંદુ આવતા સ્થાનિકોમાં રોષ સાથે રોગચાળાની દહેશત ઉભી થઇ છે.થોડા માસ અગાઉ પણ તેજ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા પંચાયત દ્વારા ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

જેથી હાલમાં આ વિસ્તારના લોકો ભયના માહોલમાં આવી ગયા છે.જેથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પાણી ની પાઈપલાઈન વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ માંગ કરી છે.આ બાબતે ગામના સરપંચ દિલીપભાઈ સાલવીએ જણાવ્યું હતું કે, તે વિસ્તારમાં નવો બોર બનાવવામાં આવ્યો હતો માટે પાણી ડોહલો આવ્યું હશે પરંતુ હવે બોરનું કામ પૂર્ણ થયું છે રાવેતામુબજ પાણી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...