ઉમેદવારોની આવક:ભાજપના 5 કરોડપતિની આવક બમણીથી ચાર ગણી થઈ

પાલનપુર16 દિવસ પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સૌથી વધુ ધનવાન ઉમેદવાર ધાનેરામાં અપક્ષ માવજી દેસાઈ, ભાજપ કોંગ્રેસના 9 ઉમેદવારો ફરી મેદાનમાં' તમામની સંપત્તિમાં 3 થી 5 ઘણી વધી
  • વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી,ટ્રેન રોકવા સહિત સૌથી વધુ પોલીસ ફરિયાદ

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. જે બાદ ચિત્ર સ્પષ્ટ બની જશે. ઉમેદવારોને હાલમાં કયો અપક્ષ ઉમેદવાર કેટલા વોટ કાપી શકે તેનો સૌથી મોટો ડર સતાવી રહ્યો છે. 2017ની ચૂંટણીના આઠ ઉમેદવારો ફરી મેદાનમાં છે એ સિવાયના ઉમેદવારો બદલાયા છે. કેટલીક સીટ પર બદલાયા છે.

ઉમેદવારો એ જે એફિડેવીટ ચૂંટણી પંચમાં રજૂ કર્યા છે તેમાં તમામની આવક ડબલથી પાંચ ગણી થઈ છે. કેટલાક ધારાસભ્યોની લોન હતી તે પૂરી થઈ છે કા તો અડધી થઈ છે. નેતાજીઓની આર્થિક સદ્ધરતા પાછળ ધારાસભ્ય તરીકે મળતો પગાર, બાગાયતી ખેતી પશુપાલન અને રોકાણમાં મળેલું રિટર્ન મહત્વનું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

કેટલાક ઉમેદવારોના લીગલ પેનલ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સોગંદનામાં તમામ બેન્કિંગ વ્યવહારો, રોકડ કેશ સ્થાવર અને જંગમ મિલકત તેમજ હાલની બજાર ભાવની કિંમત પણ દર્શાવવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારોની મિલકતમાં ત્રણથી પાંચ ઘણો વધારો થયો છે.

જીગ્નેશ મેવાણી
2016 થી 2022 દરમિયાન 9 પોલીસ કેસ, સંપત્તિ ના વધી માત્ર પગારની આવક દર્શાવાઇ

જીગ્નેશ મેવાણી વડગામ કોંગ્રેસ
અભ્યાસ: બીએ 2003 જર્નાલિઝમ 2004 એલએલબી 2013
જંગમ સંપત્તિ 2022: 15.48
જંગમ સંપત્તિ 2017: 10.25
(જીગ્નેશ મેવાણીના સોગંદનામાં મિલકત અંગેના વિવરણ કરતા પોલીસ કાર્યવાહી નું વિવરણ વધુ છે. જેમાં 2022 માં આસામમાં મહિલા પોલીસ સાથે અસભ્ય વર્ધન અને વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણીના બે ગુના, 2018માં ગંગાવ માં ચૂંટણીમાં નાણાંની ગેરકાયદેસર ચૂકવણીનો કેસ, 2018માં ચિત્રદુર્ગમાં હુલડોમાં લોકોને ઉશ્કેરણીની ફરિયાદ, ચીકમગલુરમાં ગેરકાયદેસર હુલ્લડ, વિશ્રામ બાગ પુણેમા ભડકાવ ભાષણ, ગાંધીનગરમાં મહિલા ના ઘરે જઈ દારૂનો ધંધો કેમ કરો છો તેમાં મદદગારી, 2017માં અમદાવાદ રેલવે સ્ટેશન એ રાજધાની ટ્રેન રોકવા અંગે ગુનો, 2016 માં નવરંગપુરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સૂત્રોચાર અને આપ શબ્દો બોલવા અંગે ગુનો સહિત 9 ગુના નોંધાયા છે.)

શંકર ચૌધરી
પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની મિલકત ત્રણથી ચાર ઘણી થઈ.

શંકરભાઈ ચૌધરી થરાદ ભાજપ
અભ્યાસ એમ.એ. 2022
જંગમ સંપત્તિ 2022: 5.08 કરોડ
જંગમ સંપત્તિ 2017: 2.66 કરોડ
સ્થાવર મિલકત 2022: 3.49 કરોડ
ખબર મિલકત 2017: 2.15 કરોડ
( 2017માં વાવ વિધાનસભામાં લડ્યા હતા જે બાદ સીટ બદલીને હવે થરાદ થી લડી રહ્યા છે તેમની પાસે પોતાની માલિકીનું એક પણ વાહન નથી તેમ જ કોઈ પણ ગુનો પણ નથી. તેમની પત્ની પ્રેમિલાબેનના નામે 4.64 કરોડની જંગલ મિલકત તેમજ 1.40 કરોડની સ્થાવર મિલકતનો સોગંદનામાં ઉલ્લેખ કરાયો છે જ્યારે 15.92 લાખની લોન પણ ચાલી રહી હોવાનો ઉલ્લેખ છે.)

કેશાજી ચૌહાણ
દિયોદરના ઉમેદવાર કેશાજીની મિલકતમાં ઘટાડો પત્નીની મિલકત ડબલ થઈ ગઈ

કેશાજી ચૌહાણ દિયોદર ભાજપ
અભ્યાસ ધોરણ 12 પાસ 1983
જંગમ સંપત્તિ 2022: 21.91 લાખ
સંગમ સંપત્તિ 2017: 24.46 લાખ
(કેશાજી ચૌહાણના પત્ની ઈશ્વરબેન પાસે 2017 માં 4.36 લાખની મિલકત હતી જે 2022 માં વધીને 8.59 લાખની થઈ છે. વાહનમાં સ્કોર્પિયો કાર છે. 2017માં 9.56 લાખની લોન હતી તે ઘટીને 6.75 લાખની થઈ છે પરંતુ પત્નીના નામે નવી 3.30 લાખની લોન ઉમેરાઇ છે.)

કાંતિ ખરાડી
દાંતાના કાંતિભાઈ ખરાડીની મિલકત 5 ઘણી થઈ

કાંતિભાઈ ખરાડી દાંતા કોંગ્રેસ
અભ્યાસ 8 પાસ 1988
જંગમ સંપત્તિ 2022: 58.59 લાખ
જંગમ સંપત્તિ 2017: 16.4 લાખ
સ્થાવર સંપત્તિ 2022: 41.46 લાખ
સ્થાવર સંપત્તિ 2017: 8.30 લાખ
(ધારાસભ્ય પાસે સ્કોર્પિયો વાહન અને ઇનોવા કાર છે. જ્યારે 2017માં 4.75 લાખની લોન હતી જે હવે 2022 ના સોગંદનામાં દર્શાવાઇ નથી.)

નથાભાઈ પટેલ
ધાનેરાના કોંગ્રેસના નથાભાઈ પટેલની સંપત્તિમાં ખાસ ફેર ના પડ્યો,

નથાભાઈ પટેલ ધાનેરા કોંગ્રેસ
અભ્યાસ: ઓલ્ડ SSC (1967)
જંગમ સંપત્તિ 2022: 3.92 કરોડ
જંગમ સંપત્તિ 2017: 3.65 કરોડ
સ્થાવર મિલકત 2022: 3.82 કરોડ
થાવર મિલકત 2017: 7.65 કરોડ
(કરોડોની મિલકત છતાં વાહન નથી
2017માં 6.94 લાખની જવાબદારી હતી હવે 82 લાખની લોન બાકી)

મહેશ પટેલ
પાલનપુરમાં કોંગ્રેસના મહેશ પટેલની સંપત્તિ પાંચ વર્ષમાં ત્રણ ઘણી થઈ

મહેશ પટેલ પાલનપુર
અભ્યાસ: 10 પાસ (1982)
જંગમ સંપત્તિ 2022: 6.40 કરોડ
જંગમ સંપત્તિ 2017: 2.06 કરોડ
સ્થાવર સંપત્તિ 2022: 3.06 કરોડ
સ્થાવર સંપત્તિ 2017 : 2.07 કરોડ
(વાહનમાં ઇનોવા અને કંપાસજીપ છે.)

કિર્તીસિંહ
સરકારના મંત્રી કિર્તીસિંહની 30 લાખ લોન બાકી હતી જે પાંચ વર્ષે 20 લાખ થઈ..!

કિર્તીસિંહ વાઘેલા ભાજપ
અભ્યાસ એફવાય બીકોમ 1990
જંગમ સંપત્તિ 2022 87.13 લાખ
સંગમ સંપત્તિ 2017 44.08 લાખ
(સાદગીમાં રહેતા કિર્તીસિંહ વાઘેલાના પરિવારમાં વાહનોમાં મહેન્દ્રા બોલેરો અને ઇનોવા કાર તેમજ એક બાઇક છે 2017 માં 30 લાખની લોન હતી જે ઘટીને 20 લાખ થઈ છે.)

માવજી દેસાઈ
સૌથી ધનવાન માવજી દેસાઈને ભાજપે ટિકિટ ન આપી તો અપક્ષ ઉભા રહ્યા

માવજી દેસાઈ ધાનેરા (અપક્ષ)
અભ્યાસ 10 પાસ (1988)
જંગમ સંપત્તિ 2022: 24.56 કરોડ
જંગમ સંપત્તિ 2017: 16.29 કરોડ
સ્થાવર મિલકત 2022: 33.92 કરોડ
સ્થાવર મિલકત 2017: 57.63 કરોડ
(વાહનોમાં માત્ર એક ઇનોવામાં નામ પર છે. ઉપરાંત 16.31 કરોડની લોન ચાલી રહી છે જ્યારે જુદી જુદી બે ફરિયાદ પોલીસ મથકે નોંધાયેલી છે.ઉદયપુરમાં હિરનમગરી પોલીસ સ્ટેશનમાં વેપારીના બાકી પેમેન્ટ મામલે જ્યારે ઇન્કમટેક્સ હેઠળ 2018 માં કોર્ટ કાર્યવાહી થઈ હતી જેનો કેસ ચીફ મેટ્રો પોલિટન કોર્ટમાં ચાલે છે.)

ગેનીબેન ઠાકોર
વાવ ધારાસભ્ય ગેનીબેનની સંપત્તિ પાંચ વર્ષમાં 3 ઘણી થઈ

ગેનીબેન ઠાકોર વાવ કોંગ્રેસ
અભ્યાસ બીએ (2020)
જંગમ સંપત્તિ 2022: 25.40 લાખ
જંગમ સંપત્તિ 2017: 20.22 લાખ
સ્થાવર મિલકત 2022: 2.50 કરોડ
સ્થાવર મિલકત 2017: 87 લાખ
(વાહનોમાં એક ઇનોવા અને બાઈક છે. 2017 માં 19 લાખની લોન હતી જે હવે 5.77 લાખની રહી છે. 2016 માં આપઘાત કરનારના કેસમાં નામ હોવાથી કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.)

અન્ય સમાચારો પણ છે...