મગફળીની 5.60 લાખ બોરીની આવક:પાલનપુર માર્કેટયાર્ડમાં 2.64 લાખ બોરીની આવક

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજની 40થી 50 હજાર બોરીની આવક આવી રહી છે, સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો જે બજાર કરતાં નીચો
  • 9 દિવસ દરમિયાન 2.64 લાખ જ્યારે સિઝનમાં મગફળીની 5.60 લાખ બોરીની આવક, ભાવ પ્રતિ મણ રૂ. 1200 થી 1500 પડ્યા

જિલ્લામાં માફકસર વરસાદને લઈ મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે સિઝનમાં અત્યારસુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક નોંધાઈ છે. અને હાલમાં પણ રોજની 40થી 50 હજાર બોરીની આવક ચાલુ છે. સરકાર દ્રારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં મગફળીના 1200 થી 1500 ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ પડવાથી મગફળીના પાકનું વિપુલ માત્રામાં ઉત્પાદન થવા પામ્યુ હોઈ ખેડૂતોએ મગફળીના પાક સરકારી ટેકાના નીચા ભાવ મેળવવાના બદલે બજારમાં ચાલતા ઊંચા દામ મેળવવા માટે પોતાનો મગફળી નો પાક હોંશેહોંશે માર્કેટયાર્ડમાં ભરાવી ઉંચા ભાવ મેળવી રહ્યા છે જેને લઈ પાલનપુર માર્કેટયાર્ડમાં સીઝનમાં અત્યાર સુધીમાં 5.6 લાખ ઉપરાંતની મગફળીના પાકની બોરીઓની જંગી આવક થઈ છે તેમજ ખેડૂતો રોજે રોજ ઉંચા ભાવ મેળવવા પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીનો પાક ભરાવવા ઉમટી પડતા માર્કેટયાર્ડ પણ મગફળીથી ઉભરાવા લાગ્યું છે. જેને લઈ વેપારીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે "મગફળીની ખેતરમાંથી બહાર કાઢવાની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી ત્યારથી જ માર્કેટયાર્ડમાં મગફળી ઠલવાઈ રહી છે. સપ્ટેમ્બરમાં 79,450, ઓક્ટોબરમાં 2,14,411 અને નવેમ્બરના નવ દિવસમાં જ 2,66,800 બોરીની જંગી આવક થઈ છે. આમ ત્રણ મહિનામાં 5,60,661 બોરીની આવક થઈ છે.

પાલનપુર શહેરમાં મગફળીમાંથી દાણા કાઢવાની 25 ફેક્ટરી
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મગફળીના દાણા કાઢવાની 48 થી વધુ ફેક્ટરી આવેલી છે પરંતુ એકલા પાલનપુર શહેરમાં જ 25 ફેક્ટરીઓ આવેલી છે જે મગફળીમાંથી દાણા કાઢવાની કામગીરી કરે છે. મગફળીના દાણા નીકળ્યા બાદ તેના વેસ્ટ ફોતરા પણ પશુ દાણમાં વપરાય છે અને તેનું પણ મોટું માર્કેટ પાલનપુરમાં છે.

G2 અને G24 કવોલિટીના 1400 થી 1,500 ના ભાવો ખેડૂતને મળ્યા
પાલનપુર માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ માર્કેટમાં જુદી જુદી છ પ્રકારની મગફળી આવી રહી છે જેમાં G2અનેG24 મગફળીના સૌથી ઊંચા ભાવો 1400 થી 1,550 મળી રહ્યા છે જ્યારે G20,G32,G37 અને G10 ના 1250 થી 1350 ના ભાવ મળી રહ્યા છે. સૌથી મોટો દાણોG20 ક્વોલિટીનો છે. જેમાંથી સૌથી વધારે તેલ નીકળે છે ઉપરાંતG32 માંથી પણ સૌથી વધુ તેલ નીકળે છે.

પાલનપુર માર્કેટમાં અહીંથી ખેડૂતો આવે છે
પાલનપુર તાલુકાના ગામો ઉપરાંત દાંતા, વડગામ, સતલાસણા, ખેરાલુ, સિધ્ધપુર, અમીરગઢ અને દાંતીવાડા ના ખેડૂતો પણ પાલનપુર માર્કેટયાર્ડ આવે છે.

અન્ય સમાચારો પણ છે...