• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Inauguration Of Malan Sub divisional Office Owned By North Gujarat Power Company By Former Minister, Power Supply Will Be Completed To More Than 22 Thousand Customers.

વીજ સુવિધા વેગવંતી બનાવાય:ઉત્તર ગુજરાત વીજ કંપની હસ્તકની માલણની પેટા વિભાગીય કચેરીનું પૂર્વ મંત્રીના હસ્તે લોકાર્પણ, 22 હજારથી વધુ ગ્રાહકોને વીજ પુરવઠો પુરો પડાશે

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના માલણ ગામે પૂર્વ મંત્રી હરિ ચૌધરીના હસ્તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલનપુર 01 અને પાલનપુર 02 વિભાગીય કચેરી હેઠળના પાલનપુર રૂરલ, ઈકબાલગઢ અને જલોત્રા પેટા વિભાગીય કચેરીના વિભાજન દ્વારા નવીન માલણ પેટા વિભાગીય કચેરી કાર્યરત કરવામાં આવી છે.

માલણ ખાતે પેટા વિભાગીય કચેરીનું નિર્માણ
માલણ ગામ વિભાગીય કચેરીના ભારણને હળવું કરવા તેમજ આ ત્રણેય પેટા વિભાગીય કચેરીના મધ્યમાં આવતું હોઇ તેમજ પાલનપુર ગ્રામ્ય અને ઈકબાલગઢ પેટા ગ્રાહકલક્ષી વીજ સુવિધા વેગવંતી બનાવવા તથા સારી વીજ સેવા પ્રદાન કરી શકાય તે હેતુ માટે માલણ ખાતે પેટા વિભાગીય કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અનેક ગામોને વીજ પુરવઠો પુરો પડાશે
અગાઉ ઈકબાલગઢ પેટા વિભાગીય કચેરી હેઠળ પાલનપુર તાલુકાનાં 16 ગામો અને અમીરગઢ તાલુકાનાં 80 ગામો એમ કુલ 96 ગામો અને પાલનપુર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી હેઠળ પાલનપુર તાલુકા હેઠળના 36 ગામોને તેમજ જલોત્રા પેટા વિભાગીય કચેરી હેઠળ પાલનપુર તાલુકાના 17 ગામો, વડગામ તાલુકાનાં 36 ગામો, સતલાસણા તાલુકાનાં 02 ગામો એમ 55 ગામોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. આમ પાલનપુર તાલુકાના 69 ગામો, અમીરગઢ તાલુકાનાં 80 ગામો, વડગામ તાલુકાના 36 ગામો અને સતલાસણા તાલુકાના 02 ગામોને ઉપરોક્ત 3 કચેરી દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. નવીન માલણ પેટા વિભાગીય કચેરી કાર્યરત થવાથી પાલનપુર તાલુકાનાં 27 તેમજ અમીરગઢ તાલુકાનાં 23 ગામોને આજુબાજુના કુલ 05 સબ સ્ટેશનના વીજ ફિડરો દ્વારા અને 3739 વીજ ટ્રાન્સફોર્મર દ્વારા 22,696 વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...