અમીરગઢ તાલુકાના વિરમપુર નજીક નાના-નાના ફળીયાઓમાં જવાના કાચા માર્ગ પર ગ્રામ પંચાયતો દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી રસ્તાઓ નવા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વિરમપુર નજીક હડુમાના ફળિયા પાસે ચૌહાણ ફળિયા તરફ જવાના માર્ગ પર નવા જ બનેલા સીસીરોડ આસપાસ તક્તી લગાવવી ફરજિયાત હોવાથી જગ્યાના અભાવે કોન્ટ્રાક્ટરએ રોડ પર જ તક્તી ચોંટાડી દીધી હતી. સ્થાનિક રહીશોને આ બાબતે પૂછતા જણાવ્યું હતું કે "અહી ફળિયાઓમાં બનતા રોડમાં આ પ્રકારે જ તક્તી લગાવવામાં આવે છે. રોડ ઉપરથી વાહનો અવરજવર કરતા તક્તી અંદર બેસી જાય છે."તસવીર નરેશ ચૌહાણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.