પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ:વાવના રાધાનેસડા ગામમાં અઠવાડિયામાં માત્ર એક જ ટેન્કર પીવાનું પાણી આવે છે, લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના લોદ્રાણી, રાધાનેસડા અને રાછેણા ગામમાં પાણીની વિકટ સમસ્યા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. વાવના લોદ્રાણી, રાધાનેસડા અને રાછેણા સહિતના અનેક ગામોમાં આજે પણ લોકોએ પાણીના ટેન્કર માટે કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે, પણ આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકી નથી. રાધાનેસડા ગામમાં તો અઠવાડિયામાં માત્ર એક જ ટેન્કર પીવાનું પાણી આવે છે.

બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીના બુંદ બુંદ માટે લોકો દૂર દૂર સુધી રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પાણીની વિકટ સમસ્યા સર્જાતા લોકોએ એક ગામથી બીજા ગામ સુધી પાણી ભરવા માટે જવું પડે છે. આ તરફ પંચાયત દ્વારા ગામદીઠ પીવાના પાણી માટે એક અઠવાડિયામાં એક ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે છે. તો બીજી તરફ હવે શહેરી વિસ્તાર છોડી જિલ્લામાં નહીંવત વરસાદના કારણે અન્ય તાલુકાઓમાં પણ આ વર્ષે પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઇ રહી છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લો નર્મદા નહેર આધારિત જિલ્લો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં નર્મદાનું પાણી ન પહોંચતા સ્થાનિક લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રણની કાંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને સરહદી વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારતા નજરે પડે છે. વાવ તાલુકાના લોદ્રાણી અને રાધાનેસડા અને રાછેણા સહિત અનેક ગામોની સ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે. આજેય આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું સમાધાન થઇ શક્યું નથી. પાણી પહોંચાડવા માટે સરકારે અહીં ટેન્કરની સુવિધા કરી તો છે પરંતુ ટેન્કર પણ સમયસર ન આવતુ હોઈ તેવું સ્થાનિક દ્વારા જાણવા મળ્યું છે. અહીંના લોકોએ કલાકો સુધી પાણી માટે રાહ જોઇને બેસી રહેવું પડે છે. અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે રાધા નેસડા ગામમાં અઠવાડિયામાં માત્ર એક જ ટેન્કર પીવાનું પાણી આવે છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે. જેથી લોકોને પૂરતું પીવા માટે પાણી ન મળતા હવે લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટા ભાગના હવાડા પણ અહીં ખાલીખમ છે. જેથી પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. પાણી ન મળતા આ વિસ્તારમાં અનેક પશુઓના પણ પાણીના રાજળી રહ્યા છે. ત્યારે હવે લોકો ન્હાવા ધોવા તો ઠીક પણ પીવાનું પાણી પૂરતું અને સમયસર આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...