મહાવેક્સિનેશન:વેક્સિનેશન અભિયાનમાં 803 સ્થળે કેમ્પ યોજી 35 હજાર લોકોને વેક્સિન અપાઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાવેક્સિનેશનમાં 35 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી. - Divya Bhaskar
મહાવેક્સિનેશનમાં 35 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
  • બનાસકાંઠામાં 62 હજારના લક્ષાંક સામે 35 હજાર લોકોને રસી અપાઈ

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે કોરોના મહાવેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં જિલ્લાના 803 સ્થળે કેમ્પ કરી વેક્સિનથી વંચિત રહેલા 35000 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.62 હજાર લોકોને રસી આપવાનો લક્ષાંક અપાયો હતો.

વેક્સિનથી વંચિત વ્યક્તિઓને રવિવારે મહાવેક્સિનેશન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેથી બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જિલ્લામાં 803 સ્થળે કેમ્પ કરી કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ડો.જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં બાકી રહેલા લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 15થી 17 વર્ષ, 12થી 14 વર્ષના લાભાર્થીઓ માટે બીજા ડોઝ તેમજ 60થી વધુ ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન અપાઈ હતી તેમજ એક દિવસમાં 35,000 લોકોનેવેક્સિન આપી કામગીરી પૂર્ણ કરાઈ હતી.

કાયમી કર્મચારીઓ હડતાળમાં જોડાયા
બનાસકાંઠા જિલ્લાના 1200થી વધુ કાયમી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓએન લઈને રવિવારે યોજાયેલ મહાવેક્સિનેશન માં જોડાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...