ડીસા તાલુકાના નવા ગામમાં પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં પ્રવચન યોજાયું હતું. જેમાં ગામમાં બે વર્ષમાં 18-20 જેટલી નારીઓ આ દારૂના કારણે વિધવા બની છે. જેથી પૂજ્ય ગુરુમહારાજના પ્રવચનથી ગામમાં દારૂબંધી કરાઇ હતી.
આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ ડીસા તાલુકાના નવા ગામે પધારી શ્રી અંબાજી માતાના મંદિરે સામૈયા સાથે પ્રવેશ કરીને પ્રવચન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગામમાં બે વર્ષમાં 18-20 જેટલી નારીઓ આ દારૂના કારણે વિધવા બની છે.
કેટલાય બાળકો અનાથ બન્યા છે. આમાં કોણ જવાબદાર ? દારૂના પીઠા ચલાવનારાઓ દારૂ નથી વેચતા પરંતુ ઝેર વેચી રહ્યા છે અને તેઓને મોતના સોદાગર કહેવામાં આવે તોય ખોટું નથી. હું પ્રાથમિક શાળાના મકાનમાં આવ્યો ત્યારે શાળાના પાછળના ભાગમાં કેટલીક દારૂની થેલીઓ પડી હતી.
શાળામાં રોજ સાફસફાઈ થતી હોવા છતાં અને શાળાના આચાર્ય, શિક્ષકોની ખૂબ કાળજી હોવા છતાં જો ગામમાં દારૂ પીનારાઓ આટલા બધા બેફામ બની જતા હોય તો એ આપણાં માટે ખૂબ જ શરમજનક કહેવાય. જે લોકો શાળાના પરિસરને પણ ન છોડતા હોય એ કેટલા બધા અધમ કહેવાય એમને જરૂરથી યોગ્ય સજા મળવી જોઈએ.’ પૂજ્યશ્રીના પ્રવચનથી ડીસા તાલુકાના નવા ગામમાં દારૂબંધી કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.