ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મનુષ્ય જીવો ગરમીથી બચવા અનેક પ્રયાસો કરે છે અને ફ્રિજનું ઠંડુ પાણી પી પોતાની તરસ બુઝાવતાં હોય છે ત્યારે અબોલ પ્રાણીઓ કે જેઓ જંગલમાં પાણી માટે આમથી તેમ ટળવળતા હોય છે.
બાલારામ જંગલમાં બનાવવામાં આવેલા પશુઓને પીવાના પાણીના હવાડા કોરાધાકોર જોવા મળતા આ વિસ્તારના યુવાનો ત્યાંથી પસાર થતા તેઓએ પહેલ કરી અને સ્વખર્ચે ટેન્કર મંગાવી આ હવાડા ભરવામાં આવતા આ યુવાનોની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યુ છે.
બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર પંથકમાં પણ કાળઝાળ ગરમીને કારણે દિવસભર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા અવનવા નુસ્ખા અપનાવી લોકો પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે ગરમીની કપરી પરિસ્થિતિ વચ્ચે જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ કે જેઓને પીવાના પાણીની પણ ઘણીવાર તંગી વર્તાતી હોય છે.
બાલારામ સહિત જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે બનાવવામાં આવેલા હવાડા છેલ્લાં કેટલાંક સમયથી કોરાધાકોર જોવા મળતાં પાલનપુર પંથકના કેટલાક યુવાનો અબોલ પ્રાણીઓની ચિંતા કરીને સ્વખર્ચે છેલ્લા બે દિવસથી જંગલમાં આવેલા આ પાણીના હવાડા ભરાવી રહ્યા છે અને પ્રાણીઓની તરસ બુઝાવી રહ્યા છે. આમ વન વિભાગની જવાબદારી યુવાનોએ નિભાવી જંગલમાં પ્રાણીઓને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.