પાંજરાપોળ અને ગૌશાળા માટે સરકારે 3જી માર્ચએ જાહેર કરેલા બજેટમાં ગાયો માટે બજેટ ફાળવ્યું હોવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પરંતુ મહિનાઓ સુધી અપડેટ ન આવતા પાંજરાપોળ કર્મીએ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા સરકારનો બીજી જૂને જવાબ આવ્યોકે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં આજદિન સુધી પાંજરાપોળ ગૌશાળાને રૂ. 500 કરડોની જે જાહેરાત કરી હતી તે સહાય મુદ્દે સરકારનો ઠરાવ થયો હોય તેવું કઈ ઉપલબ્ધ નથી જેને લઇ ગૌશાળા સંચાલકો લાલઘૂમ બન્યા છે.
રાજપૂરની ગૌશાળા પાંજરાપોળના મેનેજર જગદીશ ભાઈએ કરેલી માહિતી અધિકાર હેઠળની અરજીમાં ખુલાસો થયો છે.અરજદારે જણાવ્યું કે હજુ સુધી સરકારે કોઈ ઠરાવ પશુ સહાય મુદ્દે કર્યો નથી. બ તા.03/03/2022 ના રોજ સરકારે બજેટમાં રૂ.500 કરોડની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા પાંજરાપોળમાં આશ્રિત મૂંગા જીવો માટે સહાયની જાહેરાત કરી હતી. તા.13/04/2022 ના રોજ મુખ્યમંત્રીના કાર્યાલય પાસે RTI હેઠળ રૂ. 500 કરોડની યોજનાને લઈને કરેલ ઠરાવો,પરિપત્ર,નિયમો કે શરતોની માહિતી માંગેલ.
જ્યારે તા.19/04/2022 ના રોજ માંગેલ માહિતીની અરજી કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને તબદીલ કરી હતી. જ્યારે તા.07/05/2022 ના રોજ કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તે અરજી ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડને તબદીલ કરી હતી. તા. 11/05/2022 ના રોજ નાણામંત્રી ડીસા ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા અને તે દરમિયાન પત્રકારો દ્વારા રૂ.500 કરોડની સહાય બાબતે પૂછતાં તેઓએ તે સમયે જણાવ્યું હતું કે, પોલીસી બની ગઈ છે અને તેને અમલમાં લાવીશું.
જ્યારે તા.18/05/2022ના રોજ જાહેરાત કરી હતી કે ગુજરાતની ગૌશાળા પાંજરાપોળમાં જીવો માટે પ્રતિદિન પ્રતિ પશુ રૂ. 30 મુજબ તા. 1 લી એપ્રિલથી સહાય અપાશે.04/06/2022 ના મને તા.02/06/2022નો ગૌ સેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડની કચેરી તરફથી પત્ર મળ્યો છે. જેમાં માહિતીનો જવાબ મળ્યો છે તે માં લખાયું હતું કે "સરકારશનો કોઈપણ પ્રકારનો ઠરાવ અત્રેની કચેરીએ ખાતે તા.02/06/2022 દરમિયાન ઉપલબ્ધ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.