સુઇગામ તાલુકાના છેવાડાના બોરું તેમજ મસાલી ગામો નજીક આવેલ રણમાં છેલ્લા 45 વરસથી મીઠું પકવી તેમાંથી લોકો રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ ગત તા.23 મે ના રોજ સુઇગામ મામલતદાર કચેરી દ્વારા રણમાં દબાણ કરી મીઠું પકવતા 41 દબાણ દારો વિરુદ્ધ સંયુક્ત નોટિસ ઇસ્યુ કરી 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા જણાવ્યું હતું.
જે અનુસંધાને સુઇગામ મામલતદાર એ.એન.અન્સારી તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ અને પોલીસ કાફલા સાથે બે JCB લઈ બોરું ખાતે સોમવારે દબાણ હટાવવા ગયા હતા. જયાં દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી,પરંતુ ઉચ્ચ અધિકારીઓ ના ટેલિફોનિક આદેશના પગલે દબાણ હટાવ કામગીરી સ્થગિત કરી, પોલીસ કાફલા સાથે પરત ફર્યા હતા.
આ અંગે સુઇગામ મામલતદાર એ.એન.અંસારીને પૂછતાં તેમણે કોના આદેશથી દબાણ હટાવ કામગીરી બંધ રખાઈ તે જવાબ આપવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.