પાલનપુર તાલુકાના મોટા ગામે ખેતર ભાગથી વાવતા પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામના શખ્સના ત્રાસથી પત્નિએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવને લઈ પંથકમાં ચકચાર જગાવી છે.આ અંગે મૃતકના પિયર પક્ષે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ બહુચરાજી તાલુકાના જેતપુર ગામે રહેતા ઘેમરજી મગનજી ઝાલાએ તેમની પુત્રી સંગીતાને દસ માસ પહેલા બીજી વખત પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે રાહુલજી ધનાજી ઠાકોર સાથે પરણાવી હતી. જે બંને પાલનપુર તાલુકાના મોટા ગામે ભાગથી જમીન વાવતા હતા.
જોકે, પતિ દારૂ પી ઘરે મોડો આવતો હોઇ ઠપકો આપતાં તેણીને શારિરીક - માનસિક ત્રાસ આપતો હતો આથી સંગીતાબેને ઝેરી પ્રવાહી પી લેતાં મોત થયું હતુ. આ અંગે ઘેમરજી ઠાકોરે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મરવા માટે મજબુર કરનારા રાહુલજી ઠાકોર સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.