ભાસ્કર વિશેષ:2017 ની ચૂંટણીમાં બનાસકાંઠાની 9 સીટો પર અપક્ષ કરતાં પણ નોટામાં વધુ મતો પડ્યા હતા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં 33 હજાર મતદારોને ઉમેદવાર નહોતો ગમ્યો

ગઈ ચૂંટણી 2017માં બનાસકાંઠાની 9 સીટો પર અપક્ષ કરતાં પણ વધુ 33 હજારથી વધુ મતો નોટામાં પડ્યા હતા,સૌથી વધુ દાતામાં 6461 મતો નોટામાં હતા જોકે એ વખતે રાજકીય ઉમેદવારોએ એવી દલીલ કરી કે સૌથી નીચેનું બટન હોવાથી મતદારોને ગેરસમજ થતા નોટામાં વધુ મતો પડ્યા છે.

2017માં જિલ્લાની તમામ 9 વિધાનસભા વિસ્તારોમાં પ્રથમ વાર નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને બેલેટ યુનિટમાં સૌથી છેલ્લે નોટાનું બટન હતું. એ વખતે લોકોમાં જાગૃતતા આવે તે માટે નિદર્શન કેમ્પ પણ લગાવ્યા હતા અને મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જે ઉમેદવાર ન ગમે તેના માટે છેલ્લું બટન દબાવવા પ્રચાર કરાયો હતો. જોકે એ બટને કેટલાક ઉમેદવારોને પરસેવો પડાઈ દીધો હતો. વાવ વિધાનસભામાં શંકરભાઈ અને ગેનીબેન વચ્ચે 7,000 મતોનો ફરક હતો જેમાં 3765 મતો નોટામાં પડી ગયા હતા, થરાદમાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો અપક્ષ ઉમેદવાર માવજી પટેલે 43 હજાર આસપાસ મતો અંકે કર્યા હતા અહીં નોટામાં 2725 મતો પડ્યા હતા.

ધાનેરામાં હારજીત 3000 વોટોની આસપાસ રહી હતી જ્યારે નોટામા 2341 મતો પડ્યા હતા. દાંતામાં સૌથી વધુ 6461 મતો નોટોમાં પડી ગયા હતા. વડગામ અનુસૂચિત જાતિ સીટમાં4255 મતો, પાલનપુરમાં 3659 મતો પડ્યા હતા. ડીસામાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો જેમાં બાદરર્સિંગ વાઘેલા 16,000 આસપાસ મતો મેળવ્યા હતા જ્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હારજીતનો ફરક 15,000 મતો આસપાસ રહ્યો હતો અહીં નોટામાં 3531 મતો પડ્યા હતા. દિયોદરમાં કોંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે 1500 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા અહીં 2988 મતો નોટામા પડ્યા હતા. જ્યારે કાંકરેજમાં 3881 મતો નોટામાં પડ્યા હતા આમ કુલ 33,606 મતો કેટલીક બેઠક પર નિર્ણાયક રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...