ચોર-લુટારા બેફામ બન્યા:થરાદમાં મેનેજરની બાઈકને આંતરી ત્રણ ઈસમોએ આંખમાં મરચુ નાખી ત્રણ લાખની લૂંટ કરી ફરાર

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી ફાયન્સ કંપનીના મેનેજર પાસેથી ત્રણ શખ્સો ત્રણ લાખ પડાવી ફરાર
  • થરાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ પાસે બાઈક સવાર ખાનગી કંપનીનાં મેનેજરની આંખમાં મરચાની ભૂકી નાખી ઈજાઓ પહોંચાડી ત્રણ લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થ ખસેડી અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મેનેજરનાં માથાના ભાગે પથ્થર મારી આંખમાં મરચાની ભૂકી નાખી
થરાદના ડોડગામ પાસે ત્રણ લાખથી વધુ રૂપિયાની લૂંટ થયાં હોવાની ઘટના બની છે. જેમાં એક ફાઇનાન્સ કંપનીમાં સંગમ મેનેજર તરીકે નોકરી કરતા અનિલ ચૌધરી પોતાનું બાઈક પર લૉનની ઉઘરાણી કરી આવી રહ્યા હતા. તે સમયે ડોડગામ પાસે બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ તેમના બાઈકને આંતરીને ઉભા રાખ્યા હતા અને મેનેજરનાં માથામાં મારી અચાનક આંખમાં મરચાની ભૂકી નાખતા મેનેજરને દેખાતું બંધ થઈ ગયું હતું. અને મેનેજર પાસે રહેલ લેપટોપ અને 3.4 લાખ રૂપિયા ભરેલો થેલાની લૂંટ આચરી અજાણ્યા ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા.

પોલીસે અજાણ્યા ત્રણ લૂંટારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવને પગલે થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મેનેજરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા ત્રણ લૂંટારાઓ સામે ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...