વિવાદ:રામસણ ગામમાં ખેતરના શેઢા બાબતે પડોશીઓ પર હુમલો

લાખણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર શખ્સો દ્વારા બે ભાઇઓને ધોકા મારી ઇજા પહોંચાડી

ડીસા તાલુકાના રામસણ ગામના અવતારસિંહ પુરણસિંહ વાઘેલાએ પિતા શુક્રવારે સવારના નવેક વાગ્યાના સુમારે તેમના ખેતરના શેઢે કામ કરતા હતા. આ વખતે ખેતરના પડોશી પરખાભાઇ હંસાજી ચૌધરી તથા લક્ષ્મણભાઇ હંસાજી ચૌધરી તેમની પાસે આવીને ખેતરનો શેઢો કેમ ખોદો છો તેમ કહીને ઉશ્કેરાઇને અપશબ્દ બોલ્યા હતા. આમ અપશબ્દો બોલવાની ના પાડતાં લક્ષ્મણભાઇએ માટી ખોદવાનું ખીતું મારવા જતાં હાથે ઇજા થઈ હતી.

પરખાજીએ માથામાં ધોકો ફટકાર્યો હતો. આથી હોબાળો થતાં નજીકમાંથી તેમના મોટા બાપા રણજીતસિંહ અને પ્રભાતસિંહ તથા તેમના પુત્ર સુમેરસિંહ દોડી આવીને છોડાવવા જતાં ત્યાં આવેલા લક્ષ્મણભાઇના પુત્ર મદાભાઇ અને પરખાભાઇના પુત્ર ઇશ્વરભાઇએ પ્રભાતસિંહને માર્યા હતા. વધુ હોબાળો થતાં દોડી આવેલા અન્ય લોકોએ તેમને છોડાવ્યા હતા.

જતાં જતાં તેમણે આ બાજુ આવ્યા છો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને રામસણની સીએચસીમાં લઇ જવાયા હતા. જ્યારે વધુ ઇજાના કારણે પુરણસિંહને ધાનેરા ખસેડાયા હતા.પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...