ચોરી:પાલનપુરના પારપડામાં તસ્કરોએ ચોકલેટ અને ડ્રાયફૂટની જયાફત માણી ચોરી કરી

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રૂ.1.87 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

પાલનપુર તાલુકાના પારપડામાં રહેતો પરિવાર તેમની દીકરીની સારવાર માટે વતનમાં ગયો હતો. જે દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ ફ્રીજમાં પડેલી ચોકલેટ અને ડ્રાયફૂટની જયાફત માણ્યા પછી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.87 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

પાલનપુર પારપડા ભવ્ય રેસીડન્સીમાં રહેતા હરેશસિંહ સુરાજી ઝાલાની દીકરી ફેરીલબા બિમાર હોવાથી પાલનપુર બાળકોની હોસ્પિટલમાં સારવાર કરાવી પત્નિ આશાબા સહિત પરિવારજનો વતન વડગામ તાલુકાના કોટડી ગામે ગયા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી ઇન્ટર લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ફ્રીજમાં પડેલી ચોકલેટ તેમજ ડાયફ્રુટ ખાઇ વેરણ - છેરણ નાંખી દીધી હતી.

તેમજ પર્સમાં પડેલા રૂપિયા 5000, બેડરૂમની તિજોરીમાંથી રૂપિયા 12,000ની સોનાની વિંટી, રુપિયા 50,000 રોકડા, રૂપિયા 1,20,000નો હિરાનો કાચો માલ 25 કેરેટ મળી કુલ રૂપિયા 1,87,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વતનથી ઘરે આવ્યા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થતાં હરેશસિંહે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...