સરપ્રાઈઝ ચેકીંગ:પાંથાવાડામાં તમાકુ નિયત્રંણ વિભાગે રેડ કરી 27 વેપારીઓને દંડ ફટકાર્યો

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક સંકુલની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા પાસેથી રૂ.4650નો દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરી

પાંથાવાડામાં સોમવારે તમાકુ નિંયત્રણની ટીમે શૈક્ષણિક સંકુલની આસપાસ તમાકુનું વેચાણ કરનાર લારી ગલ્લા પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા 27 વેપારીઓ પાસેથી રૂ,4650 નો દંડ વસુલાયો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારીની તથા એપિડેમિક મેડીકલ ઓફિસરની સુચના અનુસાર સોમવારે 18 વર્ષથી નીચેના વ્યક્તિઓને બીડી-સિગરેટ કે ગુટખા વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં શૈક્ષણિક સંકુલ આસપાસ તમાકુ વેચાણ અને જાહેર ધુમ્રપાન કાયદાની અનુસંધાને પાંથાવાડા વિસ્તારમાં આરોગ્યની ટીમ તથા પોલીસને સાથે રાખી પાન તમાકુ વેચાણના લારી-ગલ્લા દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં કેટલાક વેપારીઓને કાયદાની સમજ આપી દંડની કાર્યવાહી કરી હતી.જેમાં 27 દુકાન ધારકોને જાહેરનામાના ભંગ બદલ રૂ. 4650 દંડ ફટકારવામાં આવ્યો હતો.જિલ્લા તમાકુ નિયત્રંણ એકમના સોશિયલ વર્કર અનિલભાઈ રાવલ અને સાયકોલોજિસ્ટ કાઉન્સેલર કમરઅલી નાંદોલિયા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...