• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • In Palanpur's Jantanagar, Women Are Fed Up With The Problem Of Drinking Water Not Being Solved For The Last Four Months, The Municipal Office Said.

મહિલાઓની ધિરજ ખૂટી:પાલનપુરના જનતાનગરમાં છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો પ્રશ્નનો હલ ન થતા મહિલાઓ કંટાળી, પાલિકાની કચેરીએ હોબાળો મચાવ્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરી બંધ હોવા છતાં મહિલાઓએ હોબાળો કરી વિરોધ નોંધાવ્યો

પાલનપુર જનતાનગરની મહિલાઓએ છેલ્લા ચાર મહિનાથી પાણીની સમસ્યા હલ ન થતાં નગરપાલિકાને જઈ હોબાળો મચાવ્યો હતો. પાલનપુર પાલિકા કચેરી બંધ હોવા છતાં મહિલાઓએ હોબાળો કરી વિરોધ નોંધાવ્યો હતો.

ચાર મહિનાથી પાણીની સમસ્યા

આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં જનતાનગરની મહિલાઓએ પાણીની સમસ્યાને લઇ હોબાળો મચાવ્યો હતો. જનતાનગરની મહિલાઓનું આક્ષેપ છે કે, છેલ્લા ચાર માસથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક તંત્રને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાને ન લેતા આખરે કંટાળીને મહિલાઓએ નગરપાલિકા પહોંચી પાલિકા કચેરી બંધ હોવા છતાં હોબાળો મચાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાઓને લઈ લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સરહદી પંથકમાં ક્યાંક પીવાની પાણીની સમસ્યા દિન-બ-દિન સામે આવતી હોય છે. તો ક્યાંક ખેતરમાં કૂવામાં પાણી સુકાવાના કારણે ખેડૂતોના ઉભા પાકોને સૂકાતા જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...