પાલનપુરના બેચરપુરા વિસ્તારમા કચરા મામલે સ્થાનિકોનો હોબાળો મચાવ્યો હતો. બેચરપુરાની સાંઈ સોસાયટીના મુખ્ય માર્ગ પર કચરો જાહેરમા ઠાલવાતા સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં ન છૂટકે મહિલાઓ દ્વારા હોબાળો મચાવતા પોલીસ પણ દોડતી થઈ હતી. સોસાયટીના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોનો પણ ત્રાસ હોવાનો મહિલાઓનો આક્ષેપ કર્યા હતા. રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પણ થાય તેવી મહિલાઓની માંગ કરી છે.
આ અંગે સ્થાનિક અગ્રણી મહિલા પ્રજાપતિ ગીતાબેને જણાવ્યું હતું કે, આજે ટ્રેક્ટર વાળા અહીંયા કચરો નાખી ગયા હતા. અમે નગરપાલિકા કેટલીવાર રજુઆત કરી પણ કોઈ સાંભળતું નથી. સ્થાનિક કોર્પોરેટર પણ સાંભળતા નથી. અહીંયા અસામાજિક તત્વો દારૂ પીવા માટે પણ આવીને ઉભા રહે છે. અમારી છોકરીએને ટ્યુશન આવવા જવામાં ઘણી તકલીફ પડે છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અમારી એકજ માગ છે સફાઈ થવી જોઈએ રસ્તો થવો જોઈએ અને પેટ્રોલિંગ થવું જોઈએ.
આ અંગે સ્થાનિક કુંતલભાઈ પટેલે જણાવ્યું હતું કે હું બાજુની સૂસાયટી માં રહું છું. આજે ટ્રેક્ટરવાળા કચરો નાખીને જાય છે. એમને અહીંયા ડંપીંગ સ્ટેશન બનાવી દીધું છે અમે પોલીસ ને જાણ કરી સ્થાનિકો કોર્પોરેટરને જાણ કરી છે. આવતીકાલે અને પાલિકામાં પણ આવેદનપત્ર પાઠવવાના છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.