શિકારના ઇરાદે આવેલા ઇસમો પકડાયા:પાલનપુરના બાદરપુરામાં પાંચ શખ્સોને સ્થાનિક લોકોએ ખેતરમાંથી બંદૂક અને ધોકા સાથે ઝડપ્યા

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકો ગાડી સાથે ઇસમોને પકડી ગઢ પોલીસ સ્ટેશનમાં લાવ્યા
  • સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ લોકો પંદર-વીસ દિવસથી આવતા હતા

પાલનપુરના બાદરપુરાના ખેતરમાં લઘુમતી સમાજના પાંચ ઈસમો બંદૂક અને ધોકો લઈને શિકાર કરવાના ઈરાદે આવતા બાદરપુરા ગામના લોકોએ તેમને ઝડપી પાડ્યા છે. સ્થાનિક લોકોએ ગાડી સહીત બારાબોલ બંદૂક-ધોકા સહીત તેમને ઝડપી પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. તેમજ તેમને ગઢ પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા. જો કે ગઢ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

લોડ કરેલી બંદૂક અને ધોકા મળી આવ્યા

બાદરપુરા ગામની સીમમાં અજાણ્યા ઈસમો પર વહેમ જતાં ગામના માણસો પકડવા જતાં તેઓ લાલ કલરની ગાડીમાં બેસી ભાગવા જતા હતા. જેમાં ગામના માણસો તે લોકોનો પીછો કરી પકડી પાડ્યા હતા. આ અજાણ્યા ઈસમો પાસે શિકાર કરવા માટે એક બારબોલ બંદૂક લોડ કરેલી હાલતમાં તેમજ બે લાકડાના ધોકા મળી આવ્યા હતા.

ઇસમોને સ્થાનિકો ગઢ પોલીસ સ્ટેશન લઇ આવ્યા

ગામના લોકોએ અજાણ્યા ઈસમોને પૂછપરછ કરતાં 1. ફાઇમ થરાદરા, 2. અબરાર ગગા, 3. અબ્દુલ સાફી, 4. જેનેદ મરેડીયા, 5. જાબીર આગલોડિયા નામના તમામ શખ્સો બીજા પરવાનાવાળું ગેરકાયદેસર હથિયાર લઈને રાત્રીના સમયે કોઈ બદઈરાદાથી આવ્યા હતા. જે તમામ ઈસમોને ગામના લોકોએ પકડી પાડી સ્થાનિક લોકોએ ગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સ્થાનિક લોકો ગાડી સાથે ઇસમોને પકડી ગઢ પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ લોકો પંદર-વીસ દિવસથી આવતા હતા. જેથી ગામના આજુબાજુના ખેતરોના રહીશો હેરાન થતાં હોઈ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. આ તમામ ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સ્થાનિક લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...