બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:પાલનપુરમાં માત્ર 20 મિનિટમાં ચારેબાજુ પાણી પાણી, હાઇવે પાણી ભરાતા વાહન ચાલકોનો હાલાકી

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુર મંદિર સામે પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
  • પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા

પાલનપુરમાં માત્ર 20 મિનિટમાં જ ધોધમાર વરસાદ પડતા જ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મેળવી હતી. પાલનપુર નેશનલ હાઇવે અને ગઠામણ પાટિયા પાટીયા પાસે વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુર સુર મંદિર સામે નેશનલ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાહન ચાલકોને હાલાકી
બીજી તરફ પાલનપુરના ગઠામણ પાટિયા વિસ્તારમાં વરસાદી ઢીંચણ સમા પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. કેટલાક વાહનો વરસાદી પાણીમાં ફસાઇ જવાના કારણે બંધ પણ થઇ જતા વાહન ચાલકો વાહનોને ધક્કા મારી પાણીમાંથી બહાર નીકળવા મજબૂર બન્યા છે કાઢવા મજબૂર બન્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અવાર નવાર રજૂઆતો કરવા છતાં પાલનપુર નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી જેના કારણે અહીંના સ્થાનિક વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ કે સત્વરે ગઠામણ પાટીયા વિસ્તારમાં વરસાદી ભરાતા પાણીનો નિકાલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...