ચોરી:પાલનપુરમાં રિક્ષામાં બેઠેલી 2 મહિલાએ 6.75 લાખના સોનાના દાગીના સેરવી લીધા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ પૂર્વે પાલનપુરમાં ચોરી થઈ સતલાસણા લગ્નમાં પહોંચ્યા એટલે ખબર પડી

પાલનપુરથી સતલાસણા કૌટુંબિક ભાઈના લગ્નમાં જવા નીકળેલા પતિપત્નીને પેસેન્જર રિક્ષામાં બેસેલી બે અજાણી મહિલાઓએ બે નજર ચૂકવી 22 તોલા દાગીના સેરવી લીધા હતા. પરિવાર સતલાસણા લગ્નમાં પહોંચી બેગ ચેક કરતા દાગીના ન જોવા મળતા પરિવારે પશ્ચિમ પોલીસ મથકે અજાણી બે મહિલાઓ સામે ગુનો નોંધાવ્યો હતો.

મહેસાણાના સતલાસણાના વતની અને પાલનપુર ડીસા હાઇવે તિરૂપતિ ટાઉનશીપમાં રહેતા બકોરભાઈ જોઈતારામભાઈ પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે તેઓ 5 જુલાઈના રોજ કૌટુંબીક ભાઈ ઈશ્વરભાઈ પટેલના દીકરાના લગ્ન પ્રસંગમાં જવાનું હોય પત્ની ગંગાબેને બપોરના સમયે લોકરમાં રાખેલા દાગીના લઈ ઘરે આવેલ ત્યારબાદ પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા

જેવો ઘરેથી કપડાના થેલા અને દાગીના રાખેલ થેલો લઈને ઘરેથી રોડ ઉપર આવેલ ત્યારબાદ ઓશિયા મોલની બાજુમાં સર્વિસ રોડ ઉપર રિક્ષા ચાલકમાં બેસી ઓશિયા મોલ બાજુ આવતા રિક્ષા ચાલકે અન્ય બે મહિલા તથા એક પુરુષ પેસેન્જર હોય રિક્ષા ચાલકે બકોરભાઈને રિક્ષામાંથી ઉતારી ડ્રાઇવરની બાજુમાં બેસાડ્યા અને ત્યારબાદ તેમની પત્ની પાછળની સીટમાં દાગીનાનો થેલો તેમના ખોળામાં લઈ બેઠેલા હતા ત્યારબાદ રિક્ષા ચાલકે પતિ-પત્નીને જુના બસસ્ટેન્ડ સુધી ઉતરવા ગયેલા.

ત્યારે બંને અજાણી મહિલાઓ નીચે ઉતરી ત્યારબાદ બંને પતિ પત્ની રિક્ષામાંથી ઉતરી દાગીનાનો થેલો લઈ જુના બસસ્ટેન્ડથી સતલાસણા ગામે ગયેલા ત્યારે થેલા અને દાગીના મુકવા બેગ ખોલતા દાગીના જોવા મળ્યા ન હતા.

સીસીટીવીમાં કેદ| રિક્ષાના ચાલકે પતિને આગળ, પત્નીને પાછળ બેસાડી
પાલનપુર ઓશિયા મોલ નજીક બકોરભાઈ પટેલ તેમની પત્ની સાથે કૌટુંબિક ભાઈના લગ્નમાં જવા માટે સર્વિસ રોડના ઓસિયા મોલ નજીક રીક્ષામાં બેઠા હતા તેમજ આગળ ઉભેલ બે અજાણી મહિલાને તેમજ એક પુરુષને રીક્ષા ચાલકે પાછળની શીટમાં બેસડયા હતા ત્યારે રિક્ષા ચાલકે પતિને આગળ અને પત્નીને પાછળ બેસાડી હતી.

અન્ય સમાચારો પણ છે...