કામગીરી:પાલનપુરમાં પાલિકાએ જર્જરિત સાત બિલ્ડીંગને નોટિસ પાઠવી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક વિસ્તારોમાં જર્જરિત બિલ્ડીંગો હજુ પણ યથાવત

પાલનપુર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી જૂની બિલ્ડીંગો યથાવત જોવા મળી રહી છે જે ચોમાસામાં લોકોને જાનહાની કરી શકે છતાં વર્ષોથી આપવામાં આવતી બિલ્ડીંગોને ફરીથી આ વર્ષે પણ આજ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે.જેમાં સાત બિલ્ડીંગને નોટિસ પાઠવી છે.ઢુંઢીયાવાડી, પથ્થર સડક, ગુરુનાનક ચોક નજીક વર્ષો જૂની બિલ્ડીંગો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જે ગમે ત્યારે ધરાશાયી તેવી સ્થિતિ છે તે બિલ્ડીંગ નીચે શહેર તેમજ ગામડાઓના વિદ્યાર્થીઓના પુસ્તકો લેવા આવતા હોય છે જે બિલ્ડીંગ ઉઓરના ભાગે વધુ જર્જરિત હોવાથી ગમેત્યારે વિદ્યાર્થીઓને જાનહાની થઈ શકે તેવી સ્થિતિ છે જેને લઈ લોકો રોષ ઠાલવી રહ્યા છે.

નીતિનભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે શહેરમાં અનેક વિસ્તારોમાં જર્જરિત બિલ્ડીંગો ગમે ત્યારે જાનહાની સર્જે તેવી સ્થિતિ સર્જાય છે તો તાત્કાલિક આવી બિલ્ડીંગો ઉતારવામાં આવે તો નગરજનોનો બચાવ થઈ શકે છે. આ બાબતે પાલિકાના ટીપી કમિટીના કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરની સાત જેટલી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી છે જ્યાં શહેરની વેરાઈમાતા મંદિર, ઢુંઢિયાવાડી, કોટ અંદરના વિસ્તાર, મોટી બજાર ,પથ્થર સડક અને હનુમાન શેરી વિસ્તારમાં નોટિસ આપવામાં આવી છે. ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, પાલિકા વિસ્તારની જર્જરિત બિલ્ડીંગો તેમજ મકાનો ઉતારી લેવા માટે જાહેરાત કરાઈ હતી તેમજ બે ટીમો શહેરનું સર્વે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...