આત્મહત્યાનો પ્રયાસ:પાલનપુરમાં વહુએ હુમલો કરતાં સાસુએ ઉંઘની 10 ગોળીઓ ગળી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાનમાં આવતાં સાસુએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાલનપુર સલેમપુરા દરવાજા વિસ્તારમાં પુત્રવધુને ઘર આપવાની ના પાડતાં પિયરના વ્યકિતો સાથે વિધવા સાસુ ઉપર હૂમલો કર્યો હતો. આથી મનમાં લાગી આવતાં સાસુએ ઉંઘની 10 ગોળીઓ ગળી જતાં બેભાન બની ગયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર સલેમપુરા દરવાજા બહાર ટેકરા વિસ્તારમાં રહેતા ગુલસનબેન સાબીરભાઇ ચુનારાના પતિનું નિધન થયું છે. તેમને ચાર સંતાનો છે. દરમિયાન દિકરા સદ્દામની પત્નિ ઇસરતબાનુ ઉર્ફે નગ્મા, તેની માતા બિસ્મીલ્લા ભુરાભાઇ ઉર્ફે મહંમદરફીક મલેક, ફીરદોસ ઉર્ફે અગોણી હમીદભાઇ ભટ્ટી અને રૂકશાના મોહદીન નાગોરી તેમના ઘરે આવ્યા હતા. અને મકાન ખાલી કરવાનું કહ્યુ હતુ. જોકે, ગુલશનબેને બધા ભેગા રહેવાનું કહેતા ચારેય જણાં ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો મારમાર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી મનમાં લાગી આવતાં ગુલશનબેને પોતાની પાસે રહેલી ઉંઘની 10 ગોળીયો ગળી લીધી હતી. જેઓ બેભાન થઇ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...